• Gujarati News
  • પોરબંદરમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં દોડે છે

પોરબંદરમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં દોડે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરની અંદર રહેણાંક વિસ્તાર અને ભારે વાહન પર પ્રતિબંધ છે અને જે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં ટ્રક અને અન્ય ભારે વાહનો શહેરમાં દોડી રહ્યા છે તેમ છતાં પોલીસ અને આરટીઓના અધિકારીઓ આંખ મિચામણા કરી રહ્યા છે અને આવા ભારે વાહનો દોડી રહ્યા છે. શહેરમાં હાલ ભૂગર્ભગટર યોજનાનું કામ ચાલુ હોય જેથી રસ્તાઓ પર ડામર હોવા છતાં શહેરના તમામ રસ્તા જોખમી, ખાડા ટેકરા અને ધૂળીયા બની ગયા છે અને રસ્તા પર વાહન અકસ્માતના બનાવો પણ સામે આવી રહ્યા છે ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે અને જાહેરનામાનો ભંગ થાય છે જેથી પ્રવેશબંધીનો ચુસ્તપણે અમલ કરાવવા કોંગ્રેસના અગ્રણી દેવશીભાઈ પરમારે ગૃહમંત્રીને પત્ર લખ્યો છે.