• Gujarati News
  • ઓપન શાકમાર્કેટ અને કોમ્યુનિટી હોલ જેવા વિકાસના કામો ધરાશે

ઓપન શાકમાર્કેટ અને કોમ્યુનિટી હોલ જેવા વિકાસના કામો ધરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓપન શાકમાર્કેટ અને કોમ્યુનિટી હોલ જેવા વિકાસના કામો ધરાશે

{ પાલિકા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહયાં

ભાસ્કર ન્યૂઝ. પોરબંદર

પોરબંદરધારાસભ્યના ફંડમાંથી તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા. 2 કરોડના ખર્ચે પોરબંદર નગરપાલિકા દ્વારા વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા છે ત્યારે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કેબીનેટ મંત્રી બોખીરીયા, પાલિકા પ્રમુખ પંકજભાઈ મજીઠીયાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામાં આવ્યું હતું. રૂા. 2 કરોડના વિકાસના કામો થવાના છે તેમાં પાર્ટી પ્લોટમાં સ્ટેજ, ગ્રીન રૂમ અને શેડ ટોયલેટ બ્લોકનું કામ 1 કરોડ 10 લાખના ખર્ચે કરવામાં આવશે. 35 લાખના ખર્ચે સ્મશાન સુધારણા, 15 લાખ લીમડા ચોક ખાતે ઓપન શાક માર્કેટ સહિતનાં વિકાસ કામોનો પ્રાર઼ભ થશે. એવું અંતમાં જણાવાયું હતું.

વિકાસ|પોરબંદરમાં 2 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત

વિકાસનાં કામોનું મંત્રી બોખીરીયાનાં હસ્તે ખાતમુર્હુત કરાયું / કે.કે.સામાણી