• Gujarati News
  • પૂર્વ ધારાસભ્યની વાડીમાં મગર ઘૂસી ગયો

પૂર્વ ધારાસભ્યની વાડીમાં મગર ઘૂસી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી નજીક કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરાની વાડીમાં ગુરૂવારની મોડી રાત્રિના એક મગર ચડી આવ્યો હતો. અંગેની જાણ પોરબંદરની પ્રકૃતિ-ધ યુથ સોસાયટી અને વનવિભાગને કરતા તેઓ તુરંત દોડી ગયા હતા અને મગરને ઝડપી લીધો હતો. મગરની લંબાઈ 4.50 ફૂટ અને વજન 30 કિ.ગ્રા. અને તેની ઉંમર 16 વર્ષની હોય, પ્રકૃતિ-ધ યુથ સોસાયટી દ્વારા મગરને ફોદાળા ડેમમાં છોડી મુકાયો હતો. / કે.કે.સામાણી