• Gujarati News
  • પોરબંદર ચેમ્બરના કારોબારી સભ્યએ રાજીનામું ધરી દીધું

પોરબંદર ચેમ્બરના કારોબારી સભ્યએ રાજીનામું ધરી દીધું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની તાજેતરમાં ચૂંટણી થઈ હતી અને ગણતરીના દિવસોમાં ચેમ્બરના કારોબારી સભ્યએ રાજીનામું આપી દેતા વેપારીવર્ગમાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આંતરિક અસંતોષને કારણે રાજીનામું આપ્યાનું કહેવાય છે જો કે કારોબારી સમિતિના સભ્યએ વ્યવસાયીક કામગીરીની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની 15 દિવસ પૂર્વે ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ચેમ્બરના પ્રમુખ તરીકે જિજ્ઞેષભાઈ કારીયા સતત બીજી વખત ચૂંટાઈ આવ્યા હતા. આગામી દિવસોમાં ચેમ્બરની નવી કમીટીની રચના થવાની છે તે પૂર્વે વેપારી અગ્રણી અને ચેમ્બરના કારોબારી સભ્ય જયેન્દ્રભાઈ ઉર્ફે જગુભાઈ હાથીએ રાજીનામું આપી દેતા વેપારીવર્ગમાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. કારોબારી સમિતિના સભ્યોએ રાજીનામું આપ્યાના મેસેજ વોટસઅપમાં ફરતા થયા હતા. પ્રથમ તબક્કે ચેમ્બરના પ્રમુખ જિજ્ઞેષભાઈએ રાજીનામું નહીં મળ્યું હોવાનું જણાવ્યું હતું અંતે આજે તેઓએ વાતને સ્વીકારી હતી. તો જગુભાઈ હાથીએ એવું જણાવ્યું હતું કે તેમના ભાઈ ઓસ્ટ્રેલીયા સ્થાયી થયા હોય અને વ્યવસાયીક કામગીરીની વ્યસ્તતાને કારણે ચેમ્બરમાં પોતાની સેવા આપી શકે તેમ હોવાથી રાજીનામું આપ્યું છે અને પોતાને કોઈ અસંતોષ નથી અને તેના કારણે રાજીનામું પણ આપ્યું નથી. તો બીજી તરફ ચેમ્બરમાં આંતરીક વિવાદો શરૂ થઈ ગયા હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.