• Gujarati News
  • આદિત્યાણા પે.સેન્ટર શાળાની માથાભારે શિક્ષિકાની અંતે બદલી

આદિત્યાણા પે.સેન્ટર શાળાની માથાભારે શિક્ષિકાની અંતે બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજયુકેશન રીપોર્ટર . પોરબંદર

પોરબંદરનજીકના આદિત્યાણા ગામે પે સેન્ટર કુમાર શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલા વિદ્યાર્થીઓને આડેધડ માર મારતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી અને અંગે શિક્ષણ વિભાગને રજૂઆત કર્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રાણાવાવ તાલુકાના ધ્રુબકાનેશમાં આવેલી હરીહર પ્રાથમિક શાળા ખાતે બદલી કરી નાંખી છે, જો કે બદલીનો ઓર્ડર સ્વીકારવાને બદલે શિક્ષિકા શાળા છોડીને ચાલી ગઈ હોવાથી આચાર્યએ રોજકામ કરવું પડ્યું હતું !

પોરબંદર નજીક આવેલા આદિત્યાણા ગામે પે સેન્ટર કુમાર શાળા આવેલી છે, જે શાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી શિક્ષિકા લાધીબેન ટુકડીયા દ્વારા વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ આપવાને બદલે મનસ્વી વર્તન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. અંગે પ્રાથમિક શિક્ષણ અિધકારીએ પત્ર પાઠવી એક અઠવાડિયામાં શિક્ષિકાની બદલી નહીં થાય તો શાળાને તાળાબંધી કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.જેને પગલે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર. સરડવાએ મદદનીશ શિક્ષિકા લાધીબેન ટુકડીયાની ધ્રુબકાનેશની હરીહર પ્રાથમિક શાળા ખાતે બદલી કરી હતી.