• Gujarati News
  • પોરબંદરની સ્કુલ દ્વારા વેલેન્ટાઇન ડે વિદ્યાદિવસ તરીકે ઉજવાશે

પોરબંદરની સ્કુલ દ્વારા વેલેન્ટાઇન -ડે વિદ્યાદિવસ તરીકે ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજયુકેશન રીપોર્ટર . પોરબંદર

તા.14 મી ફેબ્રુઆરી આખી દુનિયા “વેલન્ટાઈ ડે” તરીકે ઉજવે છે ત્યારે પોરબંદર સ્થિત નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામ શાળા અને કોલેજોમાં દિવસ “વિદ્યા દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અંગે નવયુગ એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ સામતભાઈ ઓડેદરાએ જણાવ્યું છે કે, દરેક વિદ્યાર્થીને વિદ્યાનું મહત્વ હોય છે. વિદ્યા તેમને જીંદગી અને કારકિર્દીની સફળ ઉંચાઈએ લઈ જાય છે. તો દરેક વિદ્યાર્થીઓનો સૌપ્રથમ પ્રેમ તેમની શાળા, કોલેજ હોવો જોઈએ. આથી મારી સોસાયટી અંતર્ગત શાળા અને કોલેજોમાં મેં નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં વિદ્યાર્થીઓ પોતે પોતાનો ભાવ પ્રદર્શિત કરી શકે તે માટે વેલેન્ટાઈન ડે ને વિદ્યાદિવસ તરીકે ઉજવવાનું આયોજન કર્યું છે જેમાં શાળા-કોલેજમાં બેનર ગોઠવવામાં આવ્યા છે. ફુગ્ગા અને શણગારથી સુશોભિત કરાશે.

એટલું નહીં, પણ જે જુના વિદ્યાર્થીઓ કે જે શાળામાં કે કોલેજોમાં ભણી ગયા છે તેમને માટે પણ ભાવ જીવંત છે. છેલ્લા 70 વર્ષથી ચાલતી સંસ્થામાં ભણેલા કેટલાય લોકો પોરબંદર જિલ્લામાં રહે છે અને જ્યારે પણ શાળા પાસેથી નીકળે ત્યારે ગર્વ અને આનંદની એક અનોખી લાગણી થાય છે. પોતાના બાળકને બતાવે કે “આ મારી શાળા છે, હું અહીં ભણતો” તમામ જુના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આવકારવામાં આવશે. વેલેન્ટાઈન ડે ના દિવસે સવારે 9 થી 10 દરમિયાન ભૂતપુર્વ વિદ્યાર્થીઓ સંસ્થા અંગેના પ્રતિભાવો પણ આપી શકશે.