• Gujarati News
  • પ્રવાસીઓને આકર્ષવા પેવર બ્લોક, ફૂડ ઝોન, અને બાળ ક્રિડાંગણ બનાવાશે

પ્રવાસીઓને આકર્ષવા પેવર બ્લોક, ફૂડ ઝોન, અને બાળ ક્રિડાંગણ બનાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનેકુદરતે રળિયામણો દરિયાકાંઠો આપ્યો છે ત્યારે પોરબંદરવાસીઓ માટે ફરવાનું મનપસંદ સ્થળ એટલે ચોપાટી. ચોપાટીનો જોઈએ તેવો વિકાસ થયો નથી, જેને કારણ પ્રવાસીઓને આકર્ષી શકાયા નથી. ત્યારે રાજ્યનાં ટુરીઝમ વિભાગ દ્વારા પોરબંદરની ચોપાટીની કાયાપલટ કરવાની કામગીરી હાલ ધમધમી રહી છે. કરોડો રૂપિયાનાં ખર્ચે ચોપાટીની સુંદરતામાં વધારો કરવામાં આવશે. પેવર બ્લોક, ફૂડ ઝોન અને બાલ ક્રિડાંગણ બનાવવામાં આવશે.

પોરબંદર ગાંધી જન્મભૂમિ અને સુદામાનગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે શહેરની મુલાકાતે દેશ-વિદેશનાં અનેક પ્રવાસીઓ આવે છે. પોરબંદરમાં સુંદર ચોપાટી પણ આવી છે. પરંતુ ચોપાટીનો જોઈએ તેવો વિકાસ થયો નથી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક કામો હાથ ધરવામાં આવ્યા છે, જે રીતે પ્રવાસીઓ આકર્ષાય તે પ્રકારની કોઈ વ્યવસ્થા અહીં ઉપલબ્ધ નથી. આથી રાજ્યનાં ટુરીઝમ વિભાગે ચોપાટીનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. ટુરીઝમ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે ચોપાટીની શકલસુરત બદલાવવામાં આવશે. ચોપાટીમાં હાથી ગ્રાઉન્ડ નજીકનાં વિસ્તારને પેવરબ્લોકથી મઢવામાં આવશે તેમજ અહીં લોકો આરામથી બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ઉપરાંત અહીંયા ફરવા આવતા શહેરીજનો ઉપરાંત પ્રવાસીઓ માટે અદ્યતન ફૂડઝોન બનાવવામાં આવશે. જેથી લોકો ફરવાની સાથેસાથે ખાવાપીવાની પણ મૌજ માણી શકશે. નગરપાલિકા દ્વારા રાજમહેલ નજીક જે વર્ષો પહેલાં જે બાળક્રિડાંગણ બનાવવામાં આવ્યું હતું તે નામશેષ થઈ ગયું હોય, સ્થળે અદ્યતન બાળક્રિડાંગણ બનાવાશે. જેથી બાળકોને પણ મૌજ પડી જશે. હાલ પેવરબ્લોકની કામગીરી પૂર્ણતાનાં આરે છે. રીતે પોરબંદરની ચોપાટીની કાયાપલટની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને કારણે આગામી દિવસોમાં પોરબંદરને એક સુંદર ચૌપાટી મળશે.

ચોપાટીનો વિકાસ જરૂરી

પોરબંદરને કુદરતે સુંદર દરિયો આપ્યો છે ત્યારે પોરબંદરવાસીઓ માટે ચોપાટી ફરવાનું મનપસંદ સ્થળ છે. પરંતુ અહીં જે રીતે વ્યવસ્થા હોવી જોઈએ તે પ્રકારની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. શહેરીજનો અને પ્રવાસીઓ માટે ચોપાટીનો વિકાસ થાય તે ખૂબ જરૂરી છે.ે. > મેહુલભાઇકોટેચા, વેપારી

પોરબંદર ચોપાટીની કાયાપલટ કરાશે

વિકાસને વેગ| સુદામાનગરીને પ્રવાસન ક્ષેત્રે વેગ આપવા વિકાસના કામો શરૂ