- Gujarati News
- પોરબંદર :સમગ્ર રાજ્યમાં ગાંધી જયંતિ નિમીતે તા. 2 જી ઓક્ટોબરથી
પોરબંદર :સમગ્ર રાજ્યમાં ગાંધી જયંતિ નિમીતે તા. 2 જી ઓક્ટોબરથી
પોરબંદર :સમગ્ર રાજ્યમાં ગાંધી જયંતિ નિમીતે તા. 2 જી ઓક્ટોબરથી તા. 8 મી ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. નશાબંધી સપ્તાહ દરમિયાન માદક દ્રવ્યોનું સેવન તથા અન્ય કુટેવો જેવી કે બીડી, સીગારેટથી થતાં નુકસાન સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઘનિષ્ઠ કાર્યક્રમો હાથ ધરાશે. નશાબંધી સપ્તાહ દરમિયાન જિલ્લાનાં મુખ્યમથકે, તાલુકા મથકોએ તથા વધુ વસ્તીવાળા ગામોમાં નશાબંધી અંગે ગાંધી ગીત સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રમુજી ગીતો, ચિત્ર સ્પર્ધા, લઘુ નાટિકા, સંતવાણી, ભજન કીર્તન, ભવાઈ, લોકડાયરાઓ અને વ્યસનમુક્તિ અંગેની પ્રતિજ્ઞાઓ સહિતનાં અનેકવિધ જાગૃતિનાં કાર્યક્રમો હાથ ધરાશે.
2 જી ઓક્ટો.થી નશાબંધી સપ્તાહ