• Gujarati News
  • કિંદરખેડા જતા રસ્તે કોઝ વેમાં મસમોટું ગાબડું : પોલમપોલ

કિંદરખેડા જતા રસ્તે કોઝ-વેમાં મસમોટું ગાબડું : પોલમપોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લાના ખાંભોદર થી કિંદરખેડા તરફ જતો રાજાશાહીના વખતનો જુનો કાચો બે કિલોમીટરનો રસ્તો આવેલ છે. જે રસ્તે 60 થી 70 ખેડૂતોની વાડી-ખેતરે જવા મહત્વનો ઉપયોગી છે તે રસ્તા ઉપર 3 વર્ષ પહેલા વોંકળાની ઉપર કોઝ-વે બનાવવામાં આવેલ છે. પરંતુ કોઝ-વેના કામમાં નર્યો ભ્રષ્ટાચાર રહેલો હોવાથી ખેડૂતોને અવરજવર કરવા માટે પારાવાર મુશ્કેલી આવી પડી છે.

પોરબંદરના બરડાપંથકમાં આવેલા કિંદરખેડા નજીક આસપાસના વિસ્તારોમાં હાલ મગફળીના ખેતરોમાંથી પાક લેવાતો હોવાથી ખેડૂતો લીલી મગફળી ટ્રેક્ટરો અને ગાડા મારફત એક ખેતરથી બીજા ખેતરે પહોંચાડવામાં વ્યસ્ત છે, ત્યારે ગઈકાલે કોઝ-વે ઉપરથી ખાંભોદરના એક ખેડૂત ટ્રેક્ટરમાં મગફળી ભરીને તેની વાડીએ લઈ જઈ રહેલ તે દરમિયાન કોઝ-વે માં નીચેના ભાગે ભયંકર પોલાણ હોવાથી મોટો અને ઉંડો અને ખાડો પડી જતાં ટ્રેક્ટર ચાલક સહેજમાં બચી ગયો હતો. જો ટ્રેક્ટરમાં નાળા બાંધેલ હોત તો ટ્રેક્ટર અને ચાલક બન્ને કોઝ-વે ની સાઈડમાં 20 ફૂટ ઉંડે ખાબકત. પરંતુ છુટા મગફળીના છોડ હોવાથી ઉપરથી મગફળી લસરી નીચે પડતા ખેડૂતનો અને ટ્રેક્ટરનો આબાદ બચાવ થયેલ.

પરંતુ ત્યારબાદ દ્રશ્ય જોતા નીચે 4 ફૂટ ઉંડો ખાડો અને 20 ફૂટ લાંબી સુરંગ હોય તેવું જોવા મળેલ. હવે જો કોઈ ભૂલથી રસ્તે નીકળશે તો મોટી જાનહાનિ થશે. બનાવ બનતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ “દિવ્ય ભાસ્કર” ને જણાવેલ કે સરકારના પૈસાનું પાણી થાય અને ખેડૂતોના જાનનું જોખમ ઉભું થાય. જો કે ખાડો ત્યાં બાજુમાં વોંકળામાં પાણી ભરેલ છે ત્યાંથી 6 ફૂટ દૂર પડ્યો, પરંતુ જો બાજુમાં ખાડો પડત તો વોંકળામાં અંદાજે 20 ફૂટ ઉંડાઈથી પાણી ભરાયું છે અને ખેડૂતો પાણીનો શિયાળુ પાકમાં ઉપયોગ થશે તેવી આશા રાખીને બેઠા છે.

પરંતુ જો પાણીની બાજુમાં ખાડો પડત તો સંગ્રહાયેલું પાણી બધું મેઢાક્રીક ડેમ બાજુ વહી જાત. ઉપરાંત કોઝ-વે થી આગળ એક બેઠો પુલ આવેલ છે તેની પણ સાઈડની દિવાલો જર્જરીત બની ધરાશયી થઈ ગયેલ છે. અને બેઠા પુલની નીચેના ભાગમાં પણ પોલમપોલ હોય તેવું જણાઈ રહ્યું છે.

તકે વિસ્તારના વાડી-ખેતરો ધરાવતા ખેડૂતોએ જણાવેલ કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મીલીભગતથી આવા અતિ નબળા કામ થતા હોવાથી ખેડૂતોને ભોગવવું પડે છે અને અમોએ અનેક રજુઆતો તંત્રને કરતા કોઝ-વેના બેઠા પુલનું કામ બનાવવામાં આવ્યું હતું.

ચાર ફૂટ ઉંડો ખાડો અને 20 ફૂટ લાંબી સુરંગ જેવું દ્રશ્ય / ધીરૂભાઈનિમાવત

{ પાણીની બાજુમા