• Gujarati News
  • બમણી ફી મુદ્દે એબીવીપીનો વિરોધ

બમણી ફી મુદ્દે એબીવીપીનો વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઆવેલી ભાવસિંહજી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી બમણી ફી લેવામાં આવતી હોવાની જાણ થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે વિરોધ નોંધાવ્યો છે.

એ.બી.વી.પી. ના કાર્યકર્તાઓ ભાવસિંહજી હાઈસ્કૂલમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે ધોરણ 10 ની સત્ર ફી 230 રૂા. છે જ્યારે અહીંયા 350 રૂા. લેવામાં આવતી હતી. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહની ફી 330 રૂા. લેવાની થતી હોય છે ત્યાં 550 રૂા. લેવામાં આવે છે અને ફી ની પહોંચ આપવામાં આવતી નથી. જ્યારે એબીવીપી આચાર્યને પુછતા પરીષદને ખોટા બહાના બતાવ્યા હતા.

અંગે એબીવીપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને અન્ય સ્કૂલમાં પણ બમણી ફી લેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીએ જે ફી ભરી છે તેમની પાકી પહોંચ મેળવી લેવી અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

{ સત્ર ફિ 250ને બદલે 350 રૂપિયા લેવાય છે

આક્રોશ|ભાવસિંહજી હાઇસ્કૂલમાં વધુ ફિ લેવાય છે અને પહોંચ પણ મળતી નથી

વિધાર્થીઓને એબીવીપીને જાણ કરવા અપીલ કરાઇ. / કે.કે.સામાણી