• Gujarati News
  • નગરપાલિકાએ છેલ્લા દોઢ દાયકાથી બંધ વિરાસતને બચાવવા તમામ પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ રહી

નગરપાલિકાએ છેલ્લા દોઢ દાયકાથી બંધ વિરાસતને બચાવવા તમામ પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ રહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાંરાજીવીએ માછલીઘર અને રમકડા ઘરની એક અનોખી ભેટ આપી હતી. સમય જ્તાં યોગ્ય જાળવણી નહી થતાં માછલીઘર મૃત પ્રાય બની ગયું હતુ. વર્ષો સુધી માછલીઘર બંધ હાલતમાં હતુ તેના નવિનીકરણ માટે પાલિકા દ્વારા અનેક વખત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા પરંતુ માછલીઘર થઇ શક્યુ નહી. હવે માછલીઘરની જગ્યાએ આર્ટ ગેલેરી બનાવવાનો નિર્ણય નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

પોરબંદર મત્સ્યોદ્યોગને કારણે જાણીતુ છે તેમ છતાં પોરબંદરનાં રાજીવીએ માછલીઘર અને રમકડાઘરનું નિર્માણ કર્યુ હતું. માછલીઘરમાં રંગબેરંગી માછલીઓને નિહાળવા પોરબંદરવાસીઓ ઉપરાંત અહીં આવતા પ્રવાસીઓ પણ આવી પહોંચતા માછલીઘર આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. છેલ્લા દોઢ દાયકાથી માછલીઘર બંધ હાલતમાં હતુ અને ખંઢેરમાં ફેરવાઇ ગયું હતું. જો કે, પાલિકાએ દાતાનાં સહયોગથી બિલ્ડીંગનું રીનોવેશન કર્યુ છે. માછલીઘરને સજીવન કરવાનાં તમામ પ્રયત્ન નિષ્ફળ રહ્યા.

અંતે પોરબંદર પાલિકાએ આર્ટ ગેલેરી બનાવવાનો નિર્ણય કર્યો છે. લાખો રૂપિયાનાં ખર્ચે આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવશે. પોરબંદરવાસીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. જો કે, નગરપાલિકા દ્વારા આર્ટ ગેલેરી માટેની કામગીરી કયારે શરૂ કરાશે તે જોવાનું રહ્યું.

આર્ટ ગેલેરીનું સંચાલન સ્થાનિક સંસ્થાને

નગરપાલિકાદ્વારામાછલીઘરનાં સ્થાને હવે આર્ટ ગેલેરી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના નિર્માણ બાદ તેનું સંચાલન સ્થાનિક સંસ્થાઓને સોંપાશે કે કેમ ? કારણકે તેની જાળવણી પણ એટલી મહત્વની બની રહેશે.

માછલીઘર હવે આર્ટ ગેલેરી બનશે

યાદ વિસરાઇ | પોરબંદરનાં રાજીવીએ ભેટમાં આપેલા માછલીઘરની સમય જતા યોગ્ય રીતે જાળવણી થતાં

દાતાઓનાં સહયોગથી બિલ્ડીંગનું રિનોવેશન કરાયું હતું. પણ સ્થિતિ હજુ એજ હાલતમાં. / કે.કે.સામાણી