• Gujarati News
  • પોરબંદર ન.પા. ના સફાઈ કામદારોના પ્રશ્ને ફરી રજૂઆત

પોરબંદર ન.પા. ના સફાઈ કામદારોના પ્રશ્ને ફરી રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલભારતીય સફાઈ મજદુર સંઘ-ગુજરાત પ્રદેશ પોરબંદર તરફથી નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્ને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સદસ્યને ફરીવાર રજુઆત કરવામાં આવી છે. અગાઉ પોરબંદરમાં તા. 25/9/14 ના રોજ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સદસ્ય લતાબેન મહંતો આવ્યા હતા ત્યારે તેમને પોરબંદર નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે તેઓએ સફાઈ કામદારોના પ્રશ્નોનું જિલ્લા અધિકારીઓને તાત્કાલીક નિકાલ લાવવા જણાવેલ અને માટે દિવસ-45 ની મુદ્ત પણ આપવામાં આવેલ હતી. પરંતુ તેમ છતાં સુચનાઓનો અમલ કરવામાં આવેલ નથી. જેની જાણ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના સદસ્ય ડો. લતાબેન મહંતોને ફેક્સથી જાણ કરવામાં આવેલ છે.