તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોરબંદરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી

પોરબંદરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત નિબંધ અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મીના ડી. શિંગરખીયા પ્રથમ, સુનૈરા જે. મલેક દ્વિતિય અને જયા એન. ઓડેદરા તૃતિય સ્થાને વિજેતા જાહેર કરાઈ હતી. જ્યારે સુત્ર સ્પર્ધામાં 13 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રિયા ડી. થાનકી પ્રથમ, વંદના એમ. થાનકી દ્વિતિય તથા અભિલાષા જે. બારડ તૃતિય સ્થાને રહી હતી. વિજેતા સ્પર્ધકોને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ ભટ્ટ અને નશાબંધી/આબકારી ખાતાના પી.એસ.આઈ. જાડેજાનાં હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા.