તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં ગાયનેક સર્જનની જગ્યા ખાલી

પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં ગાયનેક સર્જનની જગ્યા ખાલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એકતરફ રાજ્યસરકાર મહિલા સશક્તિકરણની તેમજ કુપોષણ દૂર કરવાની વાતો કરી રહી છે. પરંતુ પોરબંદરની જિલ્લાકક્ષાની સરકારી લેડી હોસ્પિટલમાં ઘણાં લાંબા સમયથી ગાયનેક સર્જનની જગ્યા ખાલી પડી છે. જેને કારણે સગર્ભા મહિલાઓને સારવાર મળતી નથી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડે છે.

પોરબંદરનાં જિલ્લામથકે મહારાણી રૂપાળીબા સરકારી લેડી હોસ્પિટલ આવેલી છે. અહીં પોરબંદર શહેર ઉપરાંત જિલ્લાભરમાંથી સગર્ભા મહિલાઓ સારવાર લેવા માટે આવે છે. પરંતુ અહીં “ખાટલે મોટી ખોડ” તે કહેવત મુજબ ગાયનેક સર્જનની જગ્યા ઘણાં લાંબા સમયથી ખાલી પડી છે.

જેને કારણે સગર્ભાઓને પૂરતી સારવાર મળતી નથી અને તેઓને ખર્ચ કરીને પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં અથવા તો અન્ય શહેરોની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે. કેટલાક કિસ્સાઓમાં ગાયનેક સર્જનનાં અભાવે પ્રસુતાઓનાં જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે તાત્કાલીક ગાયનેક ડોક્ટરની નિમણુંક કરવામાં આવે તેવી માંગણી આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે.

સરકારી લેડી હોસ્પિટલમાં ગાયનેકની જગ્યા ખાલી છે. બાબતે જ્યારે ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં સિવિલ સર્જનને પુછવામાં આવતા તેઓએ ગાયનેકની નિમણુંક આપવા માટે નિયમીત રજૂઆત કરવામાં આવે છે તેવું જણાવ્યું હતું. તેમ છતાં હજુ સુધી રાજ્યસરકાર દ્વારા ગાયનેક ડોક્ટરની નિમણુંક નહીં કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.