તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તાજેતરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મોકરસાગર ખાતે મુલાકાત લઈને પક્ષીઓને નિહાળ્યા હતા

તાજેતરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મોકરસાગર ખાતે મુલાકાત લઈને પક્ષીઓને નિહાળ્યા હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશીપક્ષીઓ સૌથી વધુ મહેમાન બને છે એટલે પોરબંદરને “પક્ષીનગર” ની પણ ઉપમા આપવામાં આવી છે. કારણ કે શિયાળાનાં 4 મહિનાં વિદેશી પંખીડાઓ લાખોની સંખ્યામાં પોરબંદરનું આતિથ્ય માણવા આવી પહોંચે છે. ખાસ કરીને ગોસા નજીક આવેલા મોકરસાગર વિસ્તારમાં સૌથી વધુ પક્ષીઓ અને તેમાં પણ કેટલાક દુર્લભ પક્ષીઓ અહીં જોવા મળે છે. મોકરસાગરનો વિસ્તાર અંદાજે 200 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે, આથી મોકરસાગરને ડેવલોપમેન્ટ કરવામાં આવે તો ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભ્યારણ્ય બની શકે તેમ છે તેવો મત પક્ષીવિદ્દોએ વ્યક્ત કર્યો છે.

શિયાળાનો પગરવ થાય એટલે વિદેશી પક્ષીઓ પણ આવી પહોંચે છે. પોરબંદર જિલ્લામાં આમ તો અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. પરંતુ પક્ષીઓ માટે શ્રેષ્ઠ કહી શકાય તેવું કુછડીનું રણ, બરડાસાગર, છાંયારણ, મોકરસાગર સહિતનાં અલગ-અલગ અનેક જળપ્લાવિત વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ વિહરતા નજરે પડે છે. વિદેશી પક્ષીઓનાં આગમનને કારણે વનવિભાગ દ્વારા કુછડી રણ અને મોકરસાગર સહિતનાં વિસ્તારોમાં પક્ષીઓને નિહાળવા માટે ખાસ બર્ડ વોચિંગ ટાવર પણ બનાવાયા છે.

વર્ષે મેઘકૃપા થતાં મોટાભાગનાં જળાશયો છલોછલ બની ગયા છે જેને કારણે વર્ષે પણ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચશે. વિદેશી પક્ષીઓને નિહાળવા માટે ગુજરાત ઉપરાંત અન્ય પ્રાંતોમાંથી પણ પક્ષીવિદ્દો પોરબંદરની મુલાકાત લે છે. સૌથી વધુ પક્ષીઓ નિહાળવાનો અદ્દભુત નજારો જોવો હોય તો મોકરસાગરની મુલાકાત લેવી પડે. અહીં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ વિહાર કરતા નજરે ચડે છે. મોકરસાગરનો વિસ્તાર પણ વિશાળ છે અને પક્ષી અભ્યારણ્ય તરીકે વિકસાવવામાં આવે તો દેશનું 4 થા ક્રમનું અને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભ્યારણ્ય બની શકે તેમ છે. જ્યારે રાજ્યસરકાર અભ્યારણ્યનાં વિકાસ માટે પ્રયત્નશીલ થાય તો ગુજરાતને એક શ્રેષ્ઠ પક્ષી અભ્યારણ્યની ભેટ મળી શકે તેમ છે.

અભ્યારણ્ય જાહેર કરવા માટે પીએમને રજૂઆત

પોરબંદરજિલ્લામાંમોકરસાગર સૌથી મોટું પક્ષી અભ્યારણ્ય બની શકે તેમ હોય, આથી પોરબંદરનાં પક્ષીવિદ્દ ડો. નુતનબેન ગોકાણી અને ડો. સિધ્ધાર્થ ખાંડેકરે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અભ્યારણ્ય અંગેનો ખાસ પ્રોજેક્ટ આપ્યો હતો. જેને લઈને નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા હતા અને તેઓએ દિશામાં તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી અને અભ્યારણ્ય જાહેર કરવા માટે બે વખત તજજ્ઞો મારફત સર્વેની કામગીરી પણ કરાવવામાં આવી હતી.