• Gujarati News
  • જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથની JDCC બેંકની 11 બેઠકો બિનહરીફ

જૂનાગઢ-પોરબંદર-ગીર સોમનાથની JDCC બેંકની 11 બેઠકો બિનહરીફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ,પોરબંદર અને ગિર-સોમનાથ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા જેડીસીસી બેંકની ચૂંટણી માટે બેંકની ચૂંટણી માટે ફોર્મ ભરાયા બાદ ફોર્મની ચકાસણીમાં 3 ફોર્મ રદ થયા હતા. બાદમાં ભાજપનાં દિગ્ગજો પોતપોતાની બેઠક પર બીનહરીફ થયા છે. જેમાં રાજ્યનાં કૃષિ મંત્રી જશાભાઇ બારડનો પણ સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસનાં બીનહરીફ થયેલા ઉમેદવારોમાં માંગરોળનાં ચંદ્રિકાબેન ચુડાસમાનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી જાહેર થઇ છે. જેમાં 21 એપ્રિલે મતદાન થનાર છે. અને 23 એપ્રિલે મતગણતરી છે. 22 બેઠકોની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં જૂથની 16 પૈકી 7 બેઠકો બિનહરીફ થઇ છે. જ્યારે બ, ક, અને એફ જૂથની એક એક બેઠકો પણ બિનહરીફ થતાં હવે જૂથોની બેઠકો માટે મતદાન નહીં થાય. મોટાભાગની બેઠકો બિનહરીફ થતાં હવે જેડીસીસીમાં ભાજપ પ્રેરિત પેનલનું સુકાન આવે એવા સંજોગો સર્જાયા છે.

1) જશાભાઇભાણાભાઇ બારડ- સુત્રાપાડા

2)મનુભાઇલીલાભાઇ ખુંટી- પોરબંદર

3)લવજીભાઇઠાકરશીભાઇ રાજાણી- મેંદરડા

4)ગોવિંદભાઇવરજાંગભાઇ પરમાર - વેરાવળ

5)ભીમાભાઇસીદીભાઇ મોઢા - કુતિયાણા

6)લખમણભાઇભીમાભાઇ ઓડેદરા - રાણાવાવ

7)ચંદ્રિકાબેનકાનજીભાઇ ચુડાસમા - માંગરોળ

જૂથ : ડોલરભાઇ કોટેચા

જૂથ : વિરાભાઇ વાલાભાઇ જલુ

જૂથ : જેઠાભાઇ પાનેરા

એફ જૂથ : ભાવેશભાઇ વોરા

જૂથ

બિનહરીફ થયેલા ઉમેદવારો