તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર.એસ.એસ. સ્થાપનાદિન નિમીતે પોરબંદરના ચોપાટી મેદાન ખાતે શસ્ત્રપૂજન કરાયું

ભાસ્કરન્યૂઝ. પોરબંદર

પોરબંદરમાંચોપાટી મેદાન ખાતે આર.એસ.એસ. દ્વારા વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને શસ્ત્રપૂજન કરાયું હતું. કાર્યક્રમમાં આર.એસ.એસ.ના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અસત્ય પર સત્યનો વિજય, આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી. ગૌરવશાળી દિવસ એટલે આર.એસ.એસ.નો સ્થાપનાદિન. ત્યારે પોરબંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોરબંદરનાં ચોપાટી મેદાન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સર્વપ્રથમ અતિથિવિશેષ દ્વારા શસ્ત્રપૂજન કરાયું હતું. પ્રસંગે પ્રાર્થના અને સ્વયંસવેકો દ્વારા શારીરિક-પ્રાત્યશિક પણ કરવામાં આવ્યું હતું. અતિથિવિશેષ તરીકે ડો. યોગેશભાઈ પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યવક્તા કિરીટભાઈ ભટ્ટ (જૂનાગઢ) દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોરબંદર નગરનાં સ્વયંસેવકો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે શસ્ત્રોનું પૂજન કર્યું હતું.