• Gujarati News
  • આખા ગામે સસરાને ઘરે જઇ જમાઇએ જીવનનો અંત આણ્યો

આખા ગામે સસરાને ઘરે જઇ જમાઇએ જીવનનો અંત આણ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં રહેતા યુવાનની પત્ની રીસામણે હોય જેનાથી લાગી આવતા વંથલીનાં આખા ગામે સસરાનાં ઘરે જઇ ત્યાં ઝેરી દવા પી લઇ જીવનનો અંત આણી દેતા અરેરાટી પ્રસરી છે.
પોલીસમાંથી આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરમાં રહેતા અને કડીયા કામ કરતા દાનાભાઇ હીરાભાઇ કોડીયા (ઉ.વ.૪૦) ની પત્ની રીસામણે હોય જેના કારણે લાગી આવતા ગત તા.૬ નાં રોજ વંથલીનાં આખા ગામે રહેતા સસરાનાં ઘરે જઇ ત્યાં ઝેરી દવા પી લેતાં તેનું મોત નિપજયું હતું. તેના મૃતદેહને વંથલી હોસ્પિટલે પીએમ માટે ખસેડાયો હતો. આ બનાવમાં હે.કો. એમ.બી.રાઠોડે આ સ્વજનોનાં નિવેદનો લઈ આ મોત અંગે આગળની તપાસ હાથ ધરી છે.