• Gujarati News
  • પોરબંદર : પોરબંદરના નવીબંદર પાસે હાઈવે ઉપર બે

પોરબંદર : પોરબંદરના નવીબંદર પાસે હાઈવે ઉપર બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર : પોરબંદરના નવીબંદર પાસે હાઈવે ઉપર બે અકસ્માતો થયાની અજાણ્યા વાહનચાલકો સામે ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ હતી. પોરબંદરના કડછ ગામે રહેતા નીતાબેન ખીમાભાઈ વાધેલાએ અજાણ્યા એકટીવાચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે તેણે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવી તેમના ડ્રીમયુગાને હડફેટે લેતા તેમને તથા સાહેદને ઈજા પહોંચાડી હતી અને અકસ્માત સર્જાયા બાદ એકટીવાચાલક નાસી ગયો હતો. અન્ય એક બનાવમાં છાંયા વિસ્તારમાં આવેલી પ્રણામ ટ્રેડર્સવાળી ગલીમાં રહેતા પ્રતાપ મેઘજી બાદરશાહીને સ્વીફટ કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રાા હતા ત્યારે નવીબંદર પાસે એક મરછીની બોગીએ તેમની સ્વીફટ કારને હડફેટે લીધી હતી. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.