• Gujarati News
  • ડેપો મેનેજરે ગાળો ભાંડતા મામલો બિચકયો : વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરાઇ

ડેપો મેનેજરે ગાળો ભાંડતા મામલો બિચકયો : વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેર અને તેની આજુબાજુ શાળાએથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ઘણા સમયથી સ્ટોપ નહીં અપાતા તેમજ ગ્રામ્ય વિસ્તારના કેટલાક રૂટો સમયસર નહીં દોડતા હોવાને કારણે હાડમારીનો સામનો કરી રહ્યા હતા. આજે અડવાણા અને આદિત્યાણાની બસ સમયસર નહીં મૂકાતા વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે ડેપો મેનેજર પાસે દોડી ગયા હતા. પરંતુ ડેપો મેનેજરે તેઓને ગાળો ભાંડતા મામલો બિચકાયો હતો અને વિદ્યાર્થી સંગઠનો દોડી ગયા હતા.

પોરબંદર જિલ્લામથકે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોય, પરંતુ ખાડે ગયેલા એસ.ટી. તંત્રની બસો નિયમિત નહીં દોડતી હોવાને કારણે તેમજ કેટલાક સ્ટોપ નહીં આપતા વિદ્યાર્થીઓ અવારનવાર મુશ્કેલીમાં મુકાય છે. આજે અડવાણા અને આદિત્યાણા રૂટની બસ નિયત સમયે નહીં મુકાતા વિદ્યાર્થીઓ ડેપો મેનેજર સમક્ષ રજૂઆત કરવા દોડી ગયા હતા. પરંતુ ડેપો મેનેજર વર્કશોપમાં હાજર હોય ત્યાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જતાં ડેપો મેનેજર ઉશ્કેરાયા હતા અને વિદ્યાર્થીઓને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું.

જેને પગલે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને અંગેની જાણ એન.એસ.યુ.આઈ. ના કિશન રાઠોડ અને એ.બી.વી.પી. ના વિશાલ શીંગડીયાને થતા તેઓ એસ.ટી. બસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. અંગેની જાણ થતા પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો. અંતે વિદ્યાર્થીઓ ડી.વાય.એસ.પી. કચેરી તેમજ કમલાબાગ પોલીસ મથકે દોડી જઈને એસ.ટી. ડેપોના મેનેજરના મનસ્વી વર્તન અંગે રજૂઆત કરી હતી. જો કે પોલીસ અધિકારીએ સમજાવટથી સમગ્ર મામલાને થાળે પાડતા વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત થયો હતો.

છાત્રોના મોબાઈલ ઝૂંટવી લીધાનો આક્ષેપ

વિદ્યાર્થીઓજ્યારેડેપો મેનેજરને રજૂઆત કરવા ગયા ત્યારે ડેપો મેનેજરે ગાળો બોલવાનું શરૂ કરતા એક વિદ્યાર્થીએ સમગ્ર વિગતોનું મોબાઈલમાં રેકોર્ડીંગ કરી લીધી હતી. અને વિદ્યાર્થીનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. જો કે પોલીસ મથકે વિદ્યાર્થીઓના મોબાઈલ પરત આપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પોરબંદરમાં એસટીનાં ધાંધીયા સામે છાત્રોનો હંગામો

આક્રોશ| બસ સમયસર મળતી હોવાની રજૂઆત કરવા જતાં ડેપો મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કરતા

મામલો ગરમાતા પોલીસ દોડી આવી. / કે.કે.સામાણી