• Gujarati News
  • વર્તુ નદીનાં કાંઠે બિરાજમાન ઝાલેશ્વર મહાદેવ

વર્તુ નદીનાં કાંઠે બિરાજમાન ઝાલેશ્વર મહાદેવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ફટાણા, સોઢાણા અને ભેટકડી આ ત્રણ ગામને ત્રિભેટે અને વર્તુ નદીના કાંઠા ઉપર ઘટાટોપ ઝાડોની વરચે ઝાલેશ્વર મહાદેવનું એક પ્રાચીન મંદિર આવે છે. જે મૈત્રકકાલીન સાતમી સદીમાં બનેલ છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઈ.સ. ૪૬૮ થી ૭૮૮ સુધી મૈત્રકોનું શાસન હતું. તેમ રામાનંદ સંપ્રદાયના આચાર્ય અને શીંગડાના મહંતશ્રીના પુસ્તક પોરબંદરના ફટાણા, સોઢાણા અને ભેટકડી આ ત્રણ ગામને ત્રિભેટે અને વર્તુ નદીના કાંઠા ઉપર ઘટાટોપ ઝાડોની વરચે ઝાલેશ્વર મહાદેવનું એક પ્રાચીન મંદિર આવે છે. જે મૈત્રકકાલીન સાતમી સદીમાં બનેલ છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઈ.સ. ૪૬૮ થી ૭૮૮ સુધી મૈત્રકોનું શાસન હતું. તેમ રામાનંદ સંપ્રદાયના આચાર્ય અને શીંગડાના મહંતશ્રીના પુસ્તક ’ માં આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. ઝાલીરાણીએ આ મંદિર બંધાવેલ છે, જેથી તેનું નામ ઝાલેશ્વર રાખવામાં આવેલ છે તેમ ઈતિહાસકારો જણાવે છે.
આ મંદિર વર્તુ નદીનાં કાંઠે રમણીય જગ્યા પર આવેલું છે અને આસપાસના ગામોના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આ વિસ્તારનો યુ.કે. વસતો સમાજ પણ ઝાલેશ્વર મહાદેવનો થાળ ધરવાની નેમ રાખે છે. અહીં દરરોજ ભકતોની ભીડ રહે છે અને આસપાસના ગામો તેમજ આ વિસ્તારના વાડી વિસ્તારના લોકો અહીં ઝાલેશ્વર મહાદેવના દર્શને અચૂક આવે છે તેમાં પણ શ્રાવણ માસમાં લોકો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે. આજે શ્રાવણવદ ૧૧ ગુરૂવારે અહીં ઝાલેશ્વર મહાદેવની મહાપૂજા તેમજ ૧૨ કલાકની અખંડ રામધુનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. સાથે વનભોજન પણ રાખવામાં આવેલ અને આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. હાલ શ્રાવણમાસમાં ઝાલેશ્વર મહાદેવના મંદિરે પૂજા-અર્ચના કરવા માટે પણ મોટી સંખ્યામાં શિવભકતો ઉમટી પડે છે.
-આલેખન: ધીરૂભાઇ નિમાવત