• Gujarati News
  • સ્પ્લીટ ફલાય ઓવરના પ્રકરણમાં પોલીસ ની મદદ લેશે

સ્પ્લીટ ફલાય ઓવરના પ્રકરણમાં પોલીસ ની મદદ લેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં કરોડો રૂપીયાના ખર્ચે નિર્માણાધીન સ્પ્લીટ ફલાય ઓવરના કામમાં બેદરકારી દાખવવામાં આવી રહી હોય, જેને કારણે અવારનવાર બીમ તૂટવાની ઘટના બની રહી છે. ચાર દિવસો પૂર્વે નરસંગ ટેકરી નજીક આ ફલાય ઓવરનું બીમ તૂટી પડયું હતું, જેમાં બે મજુરોને ઈજા પહોંચી હતી. જેને પગલે કવોલીટી કન્ટ્રોલના ચીફ એન્જીનીયરોએ તો તપાસ શરૂ કરી છે પરંતુ પોલીસે પણ આ પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યોછે. ની મદદ લઈને દુઘટર્નાનું કારણ જાણવા મળ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધશે તેવું જાણવા મળે છે.
શું છે ?
એ ગુજરાત એન્જીનિયરીંગ રિસર્ચ નામની રાજય સરકારની તપાસ એજન્સી છે. જે બાંધકામોમાં શંકા પ્રેરાય હોય અને તપાસ પંચ આદેશ કરે તેમાં એન્જીનિયરોની બનેલી આ ગેરીની ટીમ રૂબરૂ જઇ બાંધકામનાં નમુના સહિત લઇ કાર્યવાહી કરે છે.
કોર્ટમાં કાર્યવાહી કરવાની ચીમકી
પોરબંદરના આર.ટી.આઈ. એકટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ માર્ગ મકાન વિભાગના સચીવને પત્ર પાઠવીને એવી રજુઆત કરી હતી કે કોન્ટ્રાકટરની તો બેદરકારી છે પરંતુ જેને દેખરેખ રાખવાની છે તેવા ત્રણ અધિકારીઓની પણ બેદરકારી છે. આથી તાત્કાલીક તેમને સસ્પેન્ડ કે ડીસમીસ કરી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. અન્યથા કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉરચારી હતી.
ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પગલા લેવા માંગ
પોરબંદરના સ્પ્લીટ ફલાય ઓવરની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને નબળી ગુણવત્તાવાળી કામગીરી થઈ રહી છે, જેને કારણે લોકોના જીવનું જોખમ ઉભું થયું છે અને આ બાબતે આર.ટી.આઈ. એકટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ માર્ગ મકાન વિભાગને પત્ર પાઠવીને આ અગાઉ પણ રજુઆતો કરી હતી તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ભનુભાઈ ઓડેદરાએ બે દિવસ પૂર્વે બનેલી પુલ તૂટવાની ઘટના અંગે માર્ગ મકાન વિભાગને પત્ર પાઠવીને એવો આ ોપ કર્યોહતો કે આ કામમાં ભ્રષ્ટાચારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિ ાક એન્જીનીયર એન.એ. બારડ, કાર્યપાલક ઈજનેર આર.એન. માથુર અને નાયબ ઈજનેર સહિતનાઓએ યોગ્ય તપાસ કરી ગુણવત્તા ચકાસવાને બદલે તેઓએ લાખો રૂપીયાના હપ્તા લઈ લીધા છે. જેને કારણે આ ફલાયઓવરની કામગીરી નબળી ગુણવત્તાવાળી થઈ રહી છે.