• Gujarati News
  • પોરબંદરમાં જેસીઆઈ દ્વારા આયોજીત રંગોળી સ્પર્ધામાં ઉત્સાહથી રંગ પુરાયા

પોરબંદરમાં જેસીઆઈ દ્વારા આયોજીત રંગોળી સ્પર્ધામાં ઉત્સાહથી રંગ પુરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફ્રી હેન્ડ અને મહારાષ્ટ્રીયન એમ બે વિભાગોમાં રંગોળી સ્પર્ધા યોજાઈ : મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો

ભાસ્કરન્યૂઝ. પોરબંદર

દીપાવલીનાતહેવારનો ઉત્સાહ અને ઉમંગ પોરબંદરવાસીઓના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં જે.સી.આઈ. દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહના રંગો પુરાયા હતા. સ્પર્ધામાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લઈને અદ્દભૂત રંગોળી બનાવી હતી. સ્પર્ધકોને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોરબંદર જે.સી.આઈ. (જુનીયર ચેમ્બર ઈન્ટરનેશનલ) દ્વારા દિપાવલીના તહેવારને અનુલક્ષીને આજે કલ્યાણ હોલ ખાતે રંગોળી કલાને પ્રોત્સાહિત કરવાના શુભઆશયથી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રી હેન્ડ અને મહારાષ્ટ્રીયન એમ બે વિભાગોમાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શ્રીગણેશ, શ્રીનાથજી, શ્રીકૃષ્ણ સહિતની રંગોળીઓ બનાવી તેમાં અવનવા રંગો પૂર્યા હતા.

સ્પર્ધામાં ભાગ લેનાર યુવતિઓ અને મહિલાઓને સન્માનપત્ર અને આશ્વાસન ઈનામો આપવામાં આવ્યા હતા. ઉપરાંત બન્ને વિભાગોમાં 1 થી 3 નંબર વિજેતાઓને વિશિષ્ટ ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, સેક્રેટરી દિપેશ સીમરીયા, પ્રોજેક્ટ ચેરમેન સંદિપ કાનાણી, સંજય કારીયા, હરેશ રાડીયા તથા બિરાજ કોટેચા, ડો. રાજેશ કોટેચા, જયેન્દ્રભાઈ ખૂંટી, દિલીપ ગંધા, અતુલ પટેલ અને કેતન પટેલે જહેમત ઉઠાવી હતી.