• Gujarati News
  • વર્ષ 2013 માં મગફળીની 6.40 લાખ ગુણીની આવક થઈ હતી, જેની સામે હાલ યાર્ડમાં દૈનિક માત્ર 2 હજાર ગુણીની આવક

વર્ષ 2013 માં મગફળીની 6.40 લાખ ગુણીની આવક થઈ હતી, જેની સામે હાલ યાર્ડમાં દૈનિક માત્ર 2 હજાર ગુણીની આવક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતવર્ષે પોરબંદર જિલ્લામાં પાછોતરો વરસાદ થતા તેમાં મુંડા નામના રોગના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું. જેની અસર મગફળીના ઉત્પાદન ઉપર પડી છે. હાલ પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં દૈનિક માત્ર 2000 ગુણીની આવક થઈ રહી છે, તો બીજી તરફ મગફળીના પૂરતા ભાવ પણ મળતા નથી. ગત વર્ષની સરખામણીએ વર્ષે 30 ટકા મગફળીનું ઉત્પાદન થયું હોવાનું જાણવા મળે છે.

પોરબંદરમાં ચોમાસાના સમયમાં 1,10,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે, જેમાં 80,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે. બરડા પંથકમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે. તથા સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન થાય છે. વર્ષ 2013 માં પોરબંદર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયું હતું અને સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જેને કારણે 6,40,000 ગુણીની આવક થઈ હતી. જેની સામે વર્ષે વિપુલ પ્રમાણમાં મગફળીનું વાવેતર તો થયું પરંતુ અનિયમીત વરસાદ અને મુંડા નામના રોગને કારણે મગફળીના પાકને ભારે અસર થઈ હતી. જેથી ઉત્પાદન ઘટ્યું છે.

સામાન્ય રીતે પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં દિવાળી બાદ મગફળીની આવક શરૂ થઈ જાય છે પરંતુ વર્ષે સીઝનના પ્રારંભે દૈનિક 200 થી 300 ગુણીની આવક થતી હતી. અને છેલ્લા 1 સપ્તાહથી આવક વધીને 2000 ગુણીએ પહોંચી છે. માર્કેટીંગ યાર્ડના જણાવ્યા મુજબ વર્ષે મગફળીની આવક અને ગુણવત્તા બન્ને ઘટી છે. જેને કારણે આવક ઓછી થઈ છે. ઉપરાંત ખેડૂતોને હાલ મગફળીના 650 થી 725 જેવો ભાવ મળે છે. એકંદરે ગત વર્ષ કરતા માત્ર 30 ટકા ઉત્પાદન મગફળીનું થયું છે.

ઉલ્લેખનિય છે કે મગફળીનું ઉત્પાદન ઘટતાં ખેડૂતો હવે શિયાળુ પાક કેવો રહે છે તરફ મીટ માંડીને બેઠા છે.

શિયાળુ પાક કેવો રહેશે, ખેડૂતોની નજર

ચોમાસુપાકમાંમગફળીનો પાક નહીંવત થયો છે. જો કે વાવ-કૂવા અને નદી-નાળા છલોછલ હોવાથી વર્ષે ખેડૂતોએ જીરૂનું વાવેતર પણ નહીંવત કર્યું છે. પરંતુ ઘઉં અને ધાણાનું વાવેતર વધુ પ્રમાણમાં કર્યું છે. ચોમાસુ પાકમાં મહેનત પ્રમાણે વળતર મળ્યું નથી ત્યારે હવે શિયાળુ પાકને લઈને ખેડૂતો આશા સેવી રહ્યા છે.

ખેડૂતોને હવે શિયાળું પાક પર આશા

આવક ઘટી| જિલ્લામાં અપુરતા વરસાદ અને રોગને કારણે મગફળીમાં ગત વર્ષ કરતાં માત્ર 30 ટકા ઉત્પાદન

છેલ્લા એક સપ્તાહથી આવક વધીને 2 હજાર ગુણીએ પહોંચી / કે.કે.સામાણી