• Gujarati News
  • પોરબંદરની હેડ પોસ્ટઓફિસમાં કોમ્પ્યુટર બંધ

પોરબંદરની હેડ પોસ્ટઓફિસમાં કોમ્પ્યુટર બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઆવેલી હેડ પોસ્ટઓફિસમાં કામગીરી દરમિયાન કોમ્પ્યુટર બંધ થઈ જતા સ્પીડ પોસ્ટની કામગીરી કરાવવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરમાં સ્પીડપોસ્ટ દ્વારા પાસપોર્ટ મોકલવામાં આવે છે પરંતુ જે-તે અરજદારો હોય, તેથી તેમનો પાસપોર્ટ ઓફિસેથી લઈ લેવા કહેવામાં આવે છે. પરંતુ પોસ્ટઓફિસમાં કોમ્પ્યુટર વારંવાર બંધ થઈ જતા હોવાથી લોકોને ત્યાં ધક્કા ખાવા પડે છે ત્યારે સમસ્યાનો તાકિદે નિકાલ લાવવો જોઈએ. એવી લોકોમાંથી માંગણી ઉઠવા પામી છે.