• Gujarati News
  • પોરબંદર ખારવાસમાજ દ્વારા મંત્રી બોખીરીયાનું સન્માન

પોરબંદર ખારવાસમાજ દ્વારા મંત્રી બોખીરીયાનું સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનામાછીમારો વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. સમસ્યાનું નિરાકરણ મત્સ્યોદ્યોગ મંત્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા કરવામાં આવતા આજે પોરબંદર ખારવા સમાજના વાણોટ દિલીપભાઈ લોઢારીના અધ્યક્ષસ્થાને એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાને દિલીપભાઈ લોઢારી અને બોટ એસો. ના પ્રમુખ સહિત ખારવાસમાજના આગેવાનોએ શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું.

તકે ખારવા સમાજના વાણોટ દિલીપભાઈ લોઢારીએ એવું જણાવ્યું હતું કે, માછીમારોની ડિઝલ સબસીડીનો પ્રશ્ન તેમજ માછીમારોને મળતી વિવિધ સહાયનો લાભ મળતો થયો છે તેમજ બાયોમેટ્રીક કાર્ડના વિવાદાસ્પદ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં પણ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાનું મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રસંગે બાબુભાઈ બોખીરીયાએ પણ માછીમારોના દરેક નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે હરહંમેશ તત્પરતા દાખવશે તેવી ખાત્રી પણ તકે આપી હતી.

સત્કાર |માછીમારોના વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ થતા

ખારવા સમાજનાં આગેવાનોએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી કર્યુ સન્માન / કે.કે.સામાણી