• Gujarati News
  • પોરબંદરમાં પોલીસ સ્ટેશન સામે પ્રેમી પંખીડાઓનું ગૂટરગુ

પોરબંદરમાં પોલીસ સ્ટેશન સામે પ્રેમી પંખીડાઓનું ગૂટરગુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનગરપાલિકાસંચાલિત રાણીબાગ, રૂપાળીબા બાગ અને કમલાબાગ આવેલો છે. જેમાં રાણીબાગની યોગ્ય જાળવણી નહીં થતા અહીં અસામાજીક તત્વોનો પગપેસારો જોવા મળી રહ્યો છે. જ્યારે રૂપાળી બા બાગમાં માત્ર મહિલાઓ અને બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. એકમાત્ર કમલાબાગ એવો છે કે જ્યાં લોકો સહપરિવાર ફરવા માટે આવે છે. પરંતુ હવે કમલાબાગ પ્રેમીપંખીડાઓના મિલનનું એક સ્થળ બની ગયું હોય તેમ અહીં સવારથી બપોર સુધી પ્રેમીપંખીડા વિહરતા નજરે પડે છે. કમલાબાગ પોલીસસ્ટેશનની સામે કમલાબાગમાં પ્રકારની હરકતો થઈ રહી છે ત્યારે પોલીસ પગલા લેશે કે કેમ તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.