• Gujarati News
  • નરેન્દ્ર મોદી 12 ડિસે.ના રોજ પોરબંદર આવવાના સંકેત

નરેન્દ્ર મોદી 12 ડિસે.ના રોજ પોરબંદર આવવાના સંકેત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદી આગામી તા.12 મી ડિસે.ના રોજ ગાંધીભૂમિ પોરબંદર આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોરબંદર ખાતે નેવલ બેઈઝ આવેલ હોય તેની જેટીના લોકાર્પણ પ્રસંગે પોરબંદર આવી રહ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી અનેક વખત પોરબંદરની મુલાકાતે આવ્યા છે પરંતુ દેશના વડાપ્રધાન બન્યા બાદ તેઓ આગામી તા. 12 મી ડિસેમ્બરના રોજ પોરબંદર આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોરબંદર ખાતે નેવલ બેઈઝ આવેલું હોય અને કરોડો રૂપિયાના ખર્ચે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોરબંદર આવી રહ્યા છે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોરબંદર આવી રહ્યા છે તેને પગલે વહીવટીતંત્ર અત્યારથી તૈયારીઓમાં લાગી ગયું છે તો બીજી તરફ ભાજપના વર્તુળોમાં પણ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.