તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કર્લી જળાશયમાં માછીમારી કરતા 4 શખ્સો સામે ફરિયાદ

કર્લી જળાશયમાં માછીમારી કરતા 4 શખ્સો સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિબંધ હોવા છતાં જળાશયમાં માછીમારી કરતા હતા

ક્રાઇમરીપોર્ટર. પોરબંદર

પોરબંદરનાગોસાબારાથી મોકર તરફ આવેલ કર્લી જળાશયમાં પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરતા ઈકબાલ આરબભાઈ ઢીમર (ઉ. 22) રહે. ગોસાબારા-મચ્છીયારાવાડ અને અયુબ હાસમભાઈ ઢીમર (ઉ. 22), ઉસબ જાફરભાઈ ઢીમર, બિલાલ અબ્દુલભાઈ સમા ચારેય શખ્સોને પ્રતિબંધીત વિસ્તારમાં માછીમારી કરતા હતા દરમિયાન જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન ખુદે દરોડો પાડીને ઝડપી લીધા હતા. સાથે 6 હોડી કબ્જે કરવામાં આવી હતી અને 48,000 ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ વિહરતા હોય અને માછીમારીના બહાને પક્ષીઓના શિકાર પણ થતા હોય તેવી વ્યાપક ફરિયાદને પગલે કર્લી જળાશય વિસ્તારમાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક લોકો દ્વારા માછીમારી કરવામાં આવતા તેની સામે આકરા પગલા લેવામાં આવ્યા છે. અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.