તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોરબંદરની ઠકરાર હોસ્પિટલનાં મેનેજર ઉપર ડ્રાઈવરનો હુમલો

પોરબંદરની ઠકરાર હોસ્પિટલનાં મેનેજર ઉપર ડ્રાઈવરનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રાઈવરને છુટા કરી દીધા બાદ મેનેજર કોઈ વાત સાંભળવા તૈયાર હતા

ક્રાઈમરીપોર્ટર. પોરબંદર

પોરબંદરનીએમ. કે. ઠકરાર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મુકેશ જોષીને અગાઉ થોડા દિવસો પૂર્વે અમદાવાદની એક વર્ધી હોસ્પિટલ તરફથી આપવામાં આવી હતી. આથી તેઓએ બીજા એક ડ્રાઈવરની માંગણી કરી હતી અને હોસ્પિટલવાળાએ તે મનાઈ કરી દીધી હતી તેમજ મુકેશ જોષીને છુટો કરી દીધો હતો. બાબતે મુકેશ જોષી છેલ્લા બે-ત્રણ દિવસથી પોતાની રજૂઆત કરવા માટે હોસ્પિટલના મેનેજર મનોજભાઈ ભણસાલી પાસે જતો હતો પરંતુ તેઓ તેને મળવાનો ઈન્કાર કરી દેતા હતા.

આજે મોડી સાંજે મેનેજર મનોજભાઈ ફ્રી હોવા છતાં તે મળતા હોય, આથી ઉશ્કેરાયેલો ડ્રાઈવર મુકેશ જોષી હોસ્પિટલે ધસી ગયો હતો અને તેને ભૂંડી ગાળો આપી, ઢીકા-પાટુનો માર મારવા ઉપરાંત દાતરડા જેવા તિક્ષ્ણ હથિયાર વડે મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. દરમિયાન હોસ્પિટલનો અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા. જો કે પોલીસને જાણ કરતા તે દોડી આવી હતી અને બન્નેને પોલીસમથકે લઈ જવામાં આવ્યા હતા.