• Gujarati News
  • પોરબંદર શહેરના સુદામામંદિરને સફાઈ કરીને બનાવ્યું રળિયામણું

પોરબંદર શહેરના સુદામામંદિરને સફાઈ કરીને બનાવ્યું રળિયામણું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાનશ્રીકૃષ્ણના પરમસખા સુદામાજીનું મંદિર એકમાત્ર પોરબંદર ખાતે આવેલું છે. મંદિરમાં યોગ્ય સફાઈ નહીં થતી હોવાને કારણે ચારે તરફ ગંદકી જોવા મળતી હતી. હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોય, તે અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અને સામાજીક સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી અને સુદામા મંદિરને રળિયામણું બનાવવામાં આવ્યું હતું.

સુદામાજીના મંદિરે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. પરંતુ મંદિરની યોગ્ય જાળવણી નહીં થતી હોય, જેને કારણે જ્યાં-ત્યાં કચરાના ઢગલા જોવા મળતા હતા. જેને લઈને પ્રવાસીઓના માનસપટ ઉપર ખરાબ છાપ પડી રહી હતી. હાલ દેશભરમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર, પ્રકૃતિ-ધ યુથ સોસાયટી, સુદામા મંદિરની સફાઈ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ચુડાસમા, ચીફ ઓફિસર હુદડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. માત્ર મંદિરના પટાંગણની નહીં, શિખર ઉપર પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રકૃતિ-ધ યુથ સોસાયટી દ્વારા વર્ષ દરમિયાન “પક્ષી બચાવો અભિયાન” ની જે કામગીરી કરી હતી તેની વિડીયો સીડી પણ કલેક્ટરને બતાવી હતી.

{ સામાજીક સંસ્થાઓ કાર્યમાં આગળ આવી

અભિયાન| અહિં આવતા પ્રવાસીઓના માનસ પટ પર સારી છાપ જાય તે માટે