• Gujarati News
  • કર્લીજળાશયમાં માછીમારી અને શિકાર પર પ્રતિબંધ

કર્લીજળાશયમાં માછીમારી અને શિકાર પર પ્રતિબંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં શિયાળાના પ્રારંભે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવી પહોંચે છે. ખાસ કરીને પોરબંદર અને રાણાવાવ તાલુકાના કર્લી જળાશય વિસ્તારમાં વિદેશી પક્ષીઓ શિયાળાના ચાર મહિના વસવાટ કરતા હોય ત્યારે પક્ષીઓની સુરક્ષાને ધ્યાને રાખીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કર્લી જળાશય વિસ્તારમાં માછીમારી તેમજ શિકાર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લામાં આવેલા કર્લી જળાશય યોજનાનો બેઝીન વિસ્તાર 10.125 હેક્ટરમાં છે, જેને પૂર્વથી પશ્ચિમ 8.50 તથા ઉત્તરથી દક્ષિણ 22.50 કિ.મી. એરીયામાં જળરાશી સંગ્રહાયેલ છે. વિસ્તારમાં “માઈગ્રેટરી બર્ડસ” જેવા કે સારસ, ગ્રેટ ક્રેસ્ટેડ, ગ્રીબ, લેઝર ફ્લેમીંગો, ગ્રેટર ફ્લેમીંગો, લેઝર કોટેડ ઈગલ, પેરગ્રાઈન ફાલકન, રેડ હેડેડ મરલીન, કોમન ક્રેઈન બ્લેક નેક્ડ, ટોર્ક, રાજહંસ વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળતા હોય ત્યારે પક્ષીઓનો શિકાર થાય તેમજ કર્લી જળાશયમાં માછીમારીની પ્રવૃતિ થાય તેવા હેતુથી તાત્કાલીક અસરથી કર્લી વિસ્તારની માછીમારી કરવા અને પક્ષીઓના શિકાર કરવાના કામે જિલ્લા મેજીસ્ટ્રેટ જે.સી. ચુડાસમાએ પ્રતિબંધીત વિસ્તાર તરીકે હુકમ જાહેર કર્યો છે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

{પક્ષીઓની સુરક્ષાને ધ્યાને લઇ નિર્ણય લેવાયો

ફરમાન | પોરબંદરમાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા

અહિં પક્ષીઓ શિયાળાનાં ચાર મહિના સુધી વિહરે છે. / કે.કે.સામાણી