બોગસ તબીબ/સુરેન્દ્રનગરનો પાટડીમાં પ્રેક્ટિસ કરતો અભણ રાજસ્થાની ‘મુન્નાભાઇ’ઝડપાયો

સુરેન્દ્રનગરમાંથી અને પાટડીમાંથી ઝડપાયેલા બંને ડોક્ટરના નામ એકસરખા

DivyaBhaskar | Updated - Dec 06, 2018, 02:57 AM
Rajnath's 'Munna Bhai' is the uneducated practice practicing in Surendranagar belt

પાટડી:સુરેન્દ્રનગરની હોટલમાંથી બોગસ તબીબ ઝડપાયાના બનાવનીશાહી હજુ સુકાઇ નથી ત્યાં પાટડી ગેસ્ટ હAાઉસમાંથી હરસ-મસા અને ભંગદર સહિત નપૂસંકતાની દવા કરતો બોગસ તબીબ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પાટડી આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખી દરોડો પાડતા પત્રિકા અને દવાઓના જથ્થા સાથે બોગસ તબીબને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરાઇ છે.

સુરેન્દ્રનગરની હોટલમાંથી નેચરોથેરાપીના સર્ટી સાથે એલોપેથીની દવા કરતો એમ.કે.પઠાણ નામનો બોગસ તબીબ ઝડપાયાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી. ત્યાં પાટડી જૈનાબાદ રોડ ઉપર ડોક્ટર હાઉસની સામે આવેલા ક્રિષ્ના ગેસ્ટ હાઉસની બીજા માળે આવેલી રૂમમાં રાજસ્થાનના ભીલવાડા ગામનો મુસ્તુફા પઠાણ નામનો બોગસ તબીબ હરસ-મસા અને ભગંદર સહિત નપૂસંકતાની દવા કરતો હોવાની બાતમીના આધારે પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર રમન, ડો. બી.કે.વાઘેલા, ડો.પરમારભાઇ સહિતના અંતે પોલીસ સ્ટાફે ગેસ્ટ હાઉસમાં ઓચિંતો દરોડો કર્યો હતો. બોગસ તબીબ મુસ્તુફા પઠાણને ટેબલ પર ગોઠવેલી વિવિધ દવાઓના જથ્થા અને 96 જેટલી પત્રીકા કબ્જે લઇ પાટડી પોલીસ સ્ટાફને બોલાવી પંચ રોજકામ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.અને દવાઓના જથ્થા સાથે બોગસ તબીબને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરાઇ છે.

રાજસ્થાનના ભીલવાડા ગામનો મુસ્તુફા પઠાણ નામનો બોગસ તબીબ હરસ-મસા અને ભગંદર સહિત નપૂસંકતાની દવા કરતો હોવાની બાતમીના આધારે પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર રમન, ડો. બી.કે.વાઘેલા, ડો.પરમારભાઇ સહિતના અંતે પોલીસ સ્ટાફે ગેસ્ટ હાઉસમાં ઓચિંતો દરોડો કર્યો હતો. બોગસ તબીબ મુસ્તુફા પઠાણને ટેબલ પર ગોઠવેલી વિવિધ દવાઓના જથ્થા અને 96 જેટલી પત્રીકા કબ્જે લઇ પાટડી પોલીસ સ્ટાફને બોલાવી પંચ રોજકામ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પાટડીમાં 4 દિવસનો ક્મ્પ કરતો હતો

ભિલવાડાનો બોગસ તબીબ મુસ્તુફા પઠાણ ઉર્ફે એમ.કે.પઠાણ પત્રિકામાં પાટડી ગેસ્ટહાઉસનું એડ્રેસ લખી પાટડીમાં 4 દિવસનો કેમ્પ, દર મહિનાની 3,4,5 અને 6 તારીખ સાથે તપાસ ફી રૂ. 50 લખી દર્દીઓ પાસેથી રૂ.800થી રૂ.1000 પડાવતો હોવાનું ખુલ્યું.

મહિલા 1000 પાછા લેવા આવી

પાટડી ગેસ્ટ હાઉસમાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન એક મહિલા આગલા દિવસે દવા બનાવવા માટે રૂ.1000 જમા કરાવેલી રકમ પાછી લેવા આ બોગસ તબીબ પાસે આવી હતી.

X
Rajnath's 'Munna Bhai' is the uneducated practice practicing in Surendranagar belt
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App