અકસ્માત/ ગોંડલ નજીક મિનિબસ પલટી મારતાં, 1નું મોત 6 લોકો ગંભીર

divyabhaskar.com

Dec 06, 2018, 08:08 PM IST
One death and six wounded in a mini-bus in Gondal-Bagasara road

ગોંડલ:ગોંડલના દેરડી કુંભાજી ગામની આગળ આવેલા ધરાળા ગામના પાટીયા પાસે મિનિ બસ પલટી મારી જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે છ મુસાફરો ઘાયલ થતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા.

6 ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ની પાસે આવેલ ધારાળા ગામના પાટીયા પાસે સાંજના પાંચ વાગ્યે રાજકોટ થી બગસરા તરફ જઈ મીનીબસ જીજે 02 વીવી 2082 પલટી મારી જતા છ જેટલા મુસાફરો ઘાયલ થવા પામ્યા હતા અને મંજુલાબેન જીવનભાઇ ડોડીયા (ઉમર વર્ષ 62 ) રહે બગસરા નુ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 6 મુસાફરોને ઇજા થતાં તેઓને 108 એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બસનો ક્લીનર બસ ની વચ્ચે ફસાઈ જતા બસના પતરા તોડી જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે રોડ પર મુસાફરોની ચિચિયારી બોલી જવા પામી હતી

X
One death and six wounded in a mini-bus in Gondal-Bagasara road
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી