તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટથી જનરેટર સાથે ટ્રકની ચોરી કરનાર 3 આરોપી ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના કાલાવડ રોડ પરથી પાંચ દિવસ પહેલા જનરેટર સાથે ટ્રકની ચોરી થઇ હતી.જેને આરોપીઓ મોરબી વેચવા આવ્યાં હોવાની બાતમીના આધારે મોરબી પોલીસે તપાસ કરી ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા. જયારે ચોંરાઉ ટ્રક કબ્જે કર્યો હતો.

મોરબીનાં જુના ઘૂંટુ રોડ પર ઘૂંટુ ગામના સ્મશાન પાસે ત્રણ ઈસમો શંકાસ્પદ હાલતમાં ટાટા કુ.નો ટ્રક નં.GJ 03 EA 9163 સાથે ઉભાહોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ કરતા ઘુટૂ નજીક ટ્રક સાથે રાજકોટનાં ત્રણ શખ્સ સોહિલ ઉર્ફે સોયબ અનવર ડોણકીયા રઘુવીરસિંહ ખુમાનસિંહ જાડેજા તથા આરીફ મહમદ સોરા શખ્સ ઝડપાયા હતા. આ શખ્સો ઝડપયાા બાદ તેમની ચકાસણી હાથ ધરાઇ હતી.

જેમની ચકાસણી કરતા આરીફ મહમદ સોરા નામના શખ્સ સામે રાજકોટના બી ડીવી.પો.સ્ટે.માં અગાઉ ચોપડે ચડી ચુકેલો રીઢો આરોપી હોવાનું બહાર આવતા તેમની પાસેથી ટ્રકના આધાર પુરાવા માંગતા ટ્રક રાજકોટથી પાંચ દિવસ પહેલા ચોરી કરેલો હોવાનું તથા મોરબીમાં ભંગાર ખાતે વેચવાની ફિરાકમાં હોવાનું આરોપીએ કબુલ્યું હતું. પકડાયેલા ટાટા ટ્રકના મલિક રાજકોટ જાગનાથ-૨ના રહેવાસી જીગ્નેશ દોશીએ પાંચ દિવસ પહેલા જનરેટર સાથેના ટ્રકની ચોરીની ફરિયાદ નોંધાઇ હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સની અટકાયત કરી જનરેટર સાથેનૉ ટ્રક કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...