તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેલા પાસેની ફેક્ટરીમાં યુવકનું નીચે પટકાતાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી નજીક કારખાનામાં સીડી પરથી પટકાતા મજૂર યુવાનનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત. મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી જેતપર રોડ પર બેલા ગામ નજીક આવેલા શિવ પેકેજીંગ નામની ફેક્ટરીનાં લેબર ક્વાર્ટર માં રહેતો અને મજૂરી કામ કરતો દિલીપભાઈ કુલાભાઈ નાયક ગત તા.12મી ના રોજ ફેક્ટરી માં કામ.કરતો હતો તે દરમિયાન અકસ્માતે સીડી ઉપરથી નીચે પડી જતા માથામાં તેમજ શરીરના અન્ય ભાગમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર હાલતમાં યુવકને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જોકે યુવકને સારવાર કારગત ન નિવડતા તેનું તા.13 ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રાજકોટ પોલિસે આપેલી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો