તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ જવાનોનું સ્વાસ્થ્ય સુધારવા ધ્રાંગધ્રામાં યોગ તાલીમ કેમ્પ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાના સ્વાસ્થ્ય સુધારવા માટે તાલીમ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એએસપી સહિતના કર્મચારી જોડાયા હતા.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ જવાનો માટે એએસપી શેફાલીબેન બારવાલ,ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન નીચે પોલીસ સ્ટાફ દ્વારા યોગની તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ પોલીસના કર્મચારીઓના સ્વસ્થ નિરોગી બને અને વધતા કામના ભારણના માનસિક તણાવમાંથી મુક્ત બની રહે. અને સ્વસ્થ બને તેના માટે યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ યોગ કાર્યક્રમમાં પ્રાણાયામ સૂર્યનમસ્કાર યોગાસન, કપાલભાતિ, ભામરી,.વ્રજનાશન વગેરે યોગની તાલીમ આપવામાં આવી હતી. મહિલા કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ સર્વે મળીને યોગમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પોલીસ જવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી. તેમજ મુખ્ય હેતુ પોલીસના કર્મચારીઓના સ્વસ્થ નિરોગી બને અને વધતા કામના ભારણના માનસિક તણાવમાંથી મુક્ત બની રહે.

_photocaption_{ પોલીસ જવાનોનું સ્વાસ્થ્ય સુધારવા યોગ તાલીમ કેમ્પ યોજાયો હતો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો