તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતર | વિઠ્ઠલગઢ ગામે રહેતાં ફરિયાદી ભોપાભાઈ પોપટભાઈ થુલેટીયાના પુત્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | વિઠ્ઠલગઢ ગામે રહેતાં ફરિયાદી ભોપાભાઈ પોપટભાઈ થુલેટીયાના પુત્ર મહેશભાઇ સાથે વિઠ્ઠલગઢ ગામનાં જ સુખાભાઈ નાથાભાઇ કોળી, મુકેશભાઈ નાથાભાઇ કોળી તથા નાથાભાઇ બનાભાઈ કોળી સાથે ગમે તે કારણોસર ઝઘડો થયો હતો. જેમાં ત્રણેય શખ્સોએ ધારિયા તથા લાકડી વડે માર મારતા ભોપાભાઈને માથાનાં જમણા ભાગે ઇજા થઇ હતી. આથી 108ની મદદથી લખતર સરકારી દવાખાને લાવાયા જ્યાં ફરજ પરના તબીબ ડો. જીજ્ઞેશ મકવાણાએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલી આપ્યા હતા. આમ બનાવ અંગે લખતર પોલીસમાં ભોપાભાઇએ ફરિયાદ નોંધાતા વધુ તપાસ લખતર પી.એસ.આઈ. વાય.એસ.ચુડાસમા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...