તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતર પોલીસે જુદા જુદા ગુનામાં સંડોવાયેલા 270 આરોપીને ઝડપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી જાહેર થતા જ અનેક વિસ્તાર અને તાલુકાઓમાં પોલીસે ગુનેગારોને જેલ ભેગા કરી નાખ્યા છે જેમાં લખતર તાલુકામાં નાના મોટા ગુનામાં સંડોવાયેલા 270 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યાં છે. જેમાં શરીર સંબંધી 261, દારૂબંધીના ગુનામાં 9 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. ચૂંટણીમાં કોઈ શખ્સો દ્વારા કોઈપણ પ્રકારે અવરોધ પેદા કરવામાં ન આવે તેવા આશયથી ૧૧૫ હથિયાર પણ જમા લેવામાં છે. તાલુકામાં લોકસભા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે લખતર પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ પગલાં લેવામાં આવ્યા હોવાનું લખતર પીએસઆઈ વાય.એસ.ચુડાસમાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...