લખતરની બેંકમાં કનેક્ટિવિટી બંધના કારણે વ્યવહારો ખોરવાઈ જતાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા કમ્પ્યુટરાઈઝેશન કરી કામગીરીમાં ઝડપ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ લખતર પંથકમાં અવાર-નવાર બેંકમાં કનેક્ટિવિટી બંધ થતાં તમામ વ્યવહારો ખોરવાતાં લોકો પરેશાની ભોગવી રહ્યાં જોવા મળે છે.

તમામ સેવાઓ ઓનલાઈન કરી દઈ લોકોને રાહત પહોંચાડવા સરકારી તંત્ર દોડી રહ્યું છે. ત્યારે આજે 4G અને 5G થવાની વાતો કરતા તંત્રનું તમામ કામ નેટવર્ક બંધ થતાં ખોરવાઈ જાય છે. સોમવાર સવારથી જ લખતર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહકોનો જમાવડો જોવા મળતો હતો. આ અંગે ધવલભાઈએ જણાવ્યું કે અવાર-નવાર નેટવર્ક બંધ થઈ જતાં બેંકનાં વ્યવહારો અટકી પડતાં લોકો પરેશાની ભોગવી રહ્યાં છે. અને બીજી બાજુ બેંકના તંત્રે લખતરની બેંકનું કદ નાનું કરતાં ગ્રાહકોને વધુ પરેશાની ભોગવવાનો ઘાટ જોવા મળે છે. આ અંગે લખતર એસબીઆઈનાં શાખા પ્રબંધક એન.સી.બાવીસીએ નેટસેવા બંધ હોવાથી કામગીરી બંધ હોવાનું જણાવ્યું હતું.

લખતર SBI બેંકમાં નેટ સેવા બંધ થતા મુશ્કેલીનો સામનો કરતા લોકો.

અન્ય સમાચારો પણ છે...