તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓખાના લાપતા માછીમાર યુવકનો પત્તો ન લાગતા પરિવારજનો ચિંતાતુર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિ દ્વારકાની રૂપેણબંદરની ત્રણ નાની બોટો દરિયામાં માછીમારી કરવા માટે નિકળી હતી.જે ત્રણેય બોટોની દરિયામાં કરંટના કારણે દરિયામાં ડુબી ગઇ હતી, તેમજ એક માછીમાર યુવક પણ લાપતા થયો હતો.જ્યારે અન્ય માછીમારોને બોટો દ્વારા બચાવી લેવાયા હતાં.લાપતા માછીમાર યુવકની ભાળ માટે દરિયો ખેડવા છતા 24 કલાકે પણ હાથ ન લાગતા પરિવારજનો ચિંતામાં મુકાય ગયા છે.

બે દિવસ પહેલા વાતાવરણમાં અચાનક પલટો આવતા દરિયામાં પવન ફુંકાવા લાગ્યો છે. જેના લીધે દરિયામાં ભારે કરંટની સાથે મોજા પણ ઉછળી રહ્યા છે.પરિણામે માછીમારી કરવા ગયેલી બોટોને નુકસાન થવા પામ્યુ હતુ. દ્વારકાના રૂપેણ બંદરની ત્રણ પીલાણી (નાની માછીમારી બોટ) ખરાબ વાતાવરણના કારણે પાણીમાં ગરકાવ થઈ હતી.માછીમારોને અન્ય માછીમારી કરતી બોટે બચાવી લીધા હતા.

જ્યારે એક માછીમાર પીલાણી “ફારૂકી” નામની બોટ દરિયામાં લાપતા બન્યો હતો. જેની શોધખોળ માટે માછીમાર સમાજના લોકો અન્ય બોટને લઇ લાપતા માછીમારને શોધવા નીકળી ગયા હતા.

બનાવને આશરે 24 કલાક થયા બાદ પણ લાપતા માછીમારના કોઇપણ જાતના સમાચાર પ્રાપ્ત ન થતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

ખરાબ વાતાવરણના લીધેે ટોકન ઇશ્યૂ કરવાનું બંધ
દરિયો ખેડવા જતી તમામ બોટોને દરિયામાં કરંટ હોવાના કારણે દરિયો ન ખેડવા ખાસ સુચના આપી દેવામાં આવી છે. ઓખા મત્સ્યદ્યોગની કચેરી દ્વારા માછીમારી બોટોને ટોકન ઇશ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. સાવચેતની પગલારૂપે બંધ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...