તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના 10 પ્રવાસન સ્થળોમાં વિશ્વ યોગ દિન ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 14 જૂન

તા.21 જૂને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર જિલ્લાભરમાં શાળાના બાળકો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં આ વર્ષે એક નવતર આયોજનરૂપે જિલ્લાના પ્રવાસન, યાત્રાધામ અને ઐતિહાસિક સ્થળોએ 21મી જૂને ધો.6થી ધો.8ના બાળકો યોગાસન કરી અનોખી ઉજવણી કરશે. મુખ્ય કાર્યક્રમ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ભાવનગર ખાતે યોજાશે તેમજ અન્ય ચાર સ્થળોમાં સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ - કાળિયાબીડ, સ્વામિનારાયણ ગુરુકુળ- સરદારનગર,સેન્ટ મેરી સ્કૂલ - શિવાજી સર્કલ, તેમજ પ્રાથમિક શાળા નં.-65 બોરતળાવ ખાતે આ કાર્યક્રમનું આયોજન થશે.

21 જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લાના પ્રવાસન સ્થળ, યાત્રાધામના સ્થળ અને ઐતિહાસિક સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આ માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ઉપરાંત ભાવનગર જિલ્લાની ધો.6થી ધો.8ની શાળાના બળાકોને લઇને જવાનું રહેશે . જેમાં ઓછામાં ઓછા 15 બાળકો અને 15 બાળકીઓનું ગ્રપુ બનાવી એક સમાન ગણવેશ, પાથરણા સાથે યોગાસન કરવાના રહેશે.

આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી આદેશ આપી દીધો છે. આમ નવા શૈક્ષણિક સત્રની સાથે શાળા કક્ષાની ઉજવણીઓનો પણ આરંભ થઇ ગયો છે.

www.ayush.gov.in, www.yogamdnly.nic.in લિંક દ્વારા 21મી જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં જે યોગાભ્યાસ કરવાનો છે તેનો વિડીયો જોઇ શકાશે.

ક્યા ક્યા યાત્રાધામ, પ્રવાસન ક્ષેત્રનો સમાવેશ
À ખોડિયાર માતાજી મંદિર, રાજપરા, સિહોર À ગૌતમેશ્વર મહાદેવ મંદિર, સિહોર À કાળિયાર અભયારણ્ય, વેળાવદર, ભાવનગર À મસ્તરામધારા, ઝાંઝમેર, તળાજા À દુ:ખીશ્યામબાપા આશ્રમ, ભંડારિયા, ભાવનગર À બજંરગદાસ બાપા આશ્રમ, બગદાણા, મહુવા À નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક, ભાવનગર À હાથબ રિસોર્ટ પાસે, હાથબ (દરિયા કિનારે), ભાવનગર À રો-રો ફેરી સર્વિસ, ઘોઘા À ભવનાથ મહાદેવ મંદિર પાસે, રંઘોળા, ઉમરાળા.

1454 સ્થળોએ 3.10 લાખ લોકો જોડાશે
ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ 1454 સ્થળો પર વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં કરવામાં આવશે. જેમાં સંભવિત 3,10,000 લોકો જુદા-જુદા સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ભાવનગર શહેરમાં પાંચ સ્થળોએ આ ઉજવણી થશે.

અન્ય સમાચારો પણ છે...