તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામગઢ-વિજપડી વચ્ચેના અેક તરફના માર્ગનું જ કરાયું કામ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલા મહુવા માર્ગ પર તંત્ર દ્વારા સમારકામ શરૂ કરવામા આવ્યું છે. પરંતુ હજુ રામગઢથી વિજપડી સુધી 12 કિમી માર્ગ બિસ્માર હાલતમા જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા એક તરફ જ માર્ગનુ સમારકામ કર્યુ હોય અહીથી પસાર થતા વાહન ચાલકોને હાડમારી વેઠવી પડી રહી છે.

સાવરકુંડલા મહુવા માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલતમા બની ગયો હોય અવારનવાર રજુઆત કરવામા આવતા તાજેતરમા તંત્ર દ્વારા અહી સમારકામ શરૂ કરાયુ છે. જો કે રામગઢથી વિજપડી સુધી હજુ પણ માર્ગ તદ્દન ભંગાર હાલતમા જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા એક બાજુની સાઇડમા જ સમારકામ કરવામા આવી રહ્યું છે જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

અહી થોડા દિવસ પહેલા જ દાધીયાના યુવકનુ અકસ્માતમા મોત નિપજયું હતુ. અહી માર્ગમા એક બાજુની સાઇડ સારી છે અને એકબાજુ ખરાબ છે. અહીથી પસાર થતા નાના વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાકિદે આખા માર્ગનુ સમારકામ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો