તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક આવેલ યશવીર સિરામિકમાં કામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક આવેલ યશવીર સિરામિકમાં કામ કરતા શ્રમિક પરિવારની એક મહિલાએ ફેક્ટરીની ઓરડીમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી આપઘાત પાછળ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મોરબીના ટીંબડી ગામનાં પાટિયા નજીક આવેલી યશવીર સિરામિકમાં કામ કરતા ચનુભાઈ ભારદ્વાજના પત્ની અનીતાદેવીએ કોઈ કારણસર ફેક્ટરીની ઓરડીમાં ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. બનાવ બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...