ઊના | ઊના ગીરગઢડા પંથકમાં સવારથી મેધરાજા વરસતા ગીર નજીકના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ઊના ગીરગઢડા પંથકમાં સવારથી મેધરાજા વરસતા ગીર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ત્યારે ઊના 1, ગીરગઢડા દોઢ ઇંચ, દેલવાડા, સનખડા, ગાંગડા, નાના સમઢીયાળા, ઉંટવાળા, ખત્રીવાળા, નીતલી, વડલી, મોતીસર, જશાધાર, જરગલી સહીત ગામોમાં અઢી થી 3 ઇંચ વરસાદ વરસી ગયેલ. આ સીવાય ધોકડવા, કેસરીયા, સીમાસી, સામતેર, કરેણી, કાણકીયા, આંબાવડ, રેવદ, મહોબતપરા, અંબાડા, વાજડી, પાડાપાદર, તેમજ કાંધીમાં 2 ઇંચ વરસાદ પડેલ આમ સમગ્ર ઊના ગીરગઢડા સહીત ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી સાંજ સુધીમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઊના શહેરમાં વરસાદને પગલે રસ્તાઓ પર દોઢ ફુટનાં ખાડાઓ થઇ ગયા હતા. તસ્વીર -જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...