તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા વોર્ડ નં.8ની મહિલાઓનો પાણી પ્રશ્ને પાલિકામાં હલ્લાબોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા શેહરના વોર્ડનં.8 માં ઘણા સમયથી વિવિધ વિસ્તારમાં નગરપાલીકા દ્વારા વિતરણ કરાતુ પાણી અનિયમીત ડોહોળૂ અને પીળાશ વાળુ આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. આ પાણી પ્રશ્ને પરેશાન થઈ ગયેલ વોર્ડ નંબર-8ની મહિલાઓ રોષે ભરાતા નગરપાલિકાએ ધસી ગઇ હતી. જયાં પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી પાણીના પ્રશ્નનો ઝડપી નિકાલ લાવવા માંગ કરી હતી.

ધ્રાંગધ્રા શહેરના વોર્ડનંબર 3,5,8 સહિત અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા પથાવત છે. જેમાં નળમા પાણી અનિયમીત આવે છે તે પણ ડોહોળુ અને પીળાશ પડતુ હોવાથી શેહરીજનો પરેશાન થઈ ગયા છે. આ પાણીના વપરાસના કારણે લોકોને રોગ થવાનો ભય ફેલાયો છે. ત્યારે વિસ્તારની મહિલાોએ નગરપાલીકાના પ્રમુખ અને વોટરવર્કસના ઈજનેરને ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે પાલીકાના પ્રમુખ ધીરુભા પઢીયારે જણાવ્યુ કે તપાસ કરી યોગ્ય કરવામા આવશે અને લોકોની મુશ્કેલી દુર કરવામાં આવશે.

ધ્રાંગધ્રામાં પાણીના પ્રશ્ને મહિલાઓનું ટોળું પાલિકામાં ઘસી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...