સામરડામાં ચણા ઉપાડવા બાબતે મહિલાને ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળનાં સામરડામાં ચણા ઉપાડવાની ના પાડતાં ત્રણ શખ્સે મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સામરડા ગામે રહેતો હિરા ભીખુ માવદીયા, ધાનીબેન જીવાભાઇ માવદીયાનાં ખેતરમાં ચણા ઉપાડવા ગયો હતો. જેથી ધાનીબેને ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો. અને ધકકો મારી પછાડી દીધા હતાં. બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ બનાવમાં મદદગારી કરનાર બચુ માવદીયા, રામદે ગાંગા માવદીયા વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...