વઢવાણમાં મહિલાઓએ બનાવ્યા માટીના ગણપતિ

Wadhwan News - women made clay ganapati in wadhwan 080507

DivyaBhaskar News Network

Sep 07, 2019, 08:05 AM IST
શહેરમાં મહિલાઓએ ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવી દિવ્યભાસ્કરના આ અભિયાનને વેગ આપ્યો છે. જેમાં રામ દરબાર સોસાયટીની મહિલા મંડળે માટીના ગણપતિ બનાવીને ગણેશોત્સવનું આયોજન કરતા ગણેશ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

ગણેશોત્સવની ઉજવણી ધામધુમ પુર્વક કર્યા બાદ વિસર્જન સમયે મુશ્કેલી થાય છે. જેમાં પર્યાવરણને નુકશાન થતુ હોવાથી દિવ્યભાસ્કર અખબાર દ્વારા માટીના ગણેશજી અભિયાન હાથ ધર્યુ છે. આથી શહેરના કારડીયા રાજપૂત મહિલાઓએ આગળ આવીને માટીના ગણેશજી બનાવી સ્થાપના કરી રામદરબાર મહિલા મંડળની મહિલાઓએ ગણેશોત્સવનું આયોજન કર્યુ છે. જેમાં સતત એક સપ્તાહ સુધી વિવિધ ધાર્મિકકાર્યક્રમોનું આયોજન કરાતા આસપાના વિસ્તારના લોકો મહાપુજા, આરતી માટે ઉમટી પડે છે. આ ઉપરાંત ગણેશોત્સવના અંતિમ દિવસે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. આ અંગે મહાવિરસિંહ મોરી, દોલુભા ડોડીયા વગેરેએ જણાવ્યુ કે મહિલાઓએ દિવ્યભાસ્કરના જાગૃતિ અભિયાનમાં જોડાઇ માટીના ગણેશજીની સ્થાપના કરી છે. જેના થકી ધાર્મિક ભાવનાની જાળવણી અને વિસર્જન બાદ પર્યાવરણને પણ નુકશાનીનો પ્રશ્ન હલ થઇ જાશે.

મહિલાઓએ દિવ્યભાસ્કરના જાગૃતિ અભિયાનમાં જોડાઇ.

X
Wadhwan News - women made clay ganapati in wadhwan 080507

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી