તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક જવાનો સાથે લોકોનો ગુસ્સો વધ્યો, પોલીસ ઘર્ષણમાં ન ઉતરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીનાં દાઉદી પ્લોટમાં આવેલ મોરબી પાલિકાના કમ્યુનિટી હોલમાં રાજકોટનાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારના રોજ એક સાથે પાંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રાફિક જવાનોને પ્રોત્સાહિત કરવાના હેતુસર ટ્રાફિક બ્રિગેડનું સન્માન યોજાયો હતો. ટ્રાફિક જવાનોનું સન્માન સાથે તેમની કામગીરી અંગે ખરેખર તમામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ હાલ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમની અમલવારી બાદ લોકોનો ગુસ્સો વધ્યો હોય જે ટ્રાફિક પોલીસ સામે ઘર્ષણમાં ઉતરતા હોવાના બનાવ સામે આવ્યા છે.

ત્યારે તેમને બને ત્યાં સુધી લોકો પાસે ટ્રાફિક નિયમની અમલવારી કરાવવા જણાવ્યું હતું.તો માનદ સેવા આપતા ટ્રાંફિક જવાનોના અનિયમિત પણે થતા પગાર અંગે પણ મુદ્દો ઉછડયો હતો. સેમિનારમાં નિવૃત આર.ટી.ઓ. અધિકારી જે. વી. શાહે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ, ઉપાધ્યાય, મોરબી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જયતિભાઈ રાજકોટિયા, શશાંકભાઈ દંગી, સતિષભાઈ કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...