તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડીની સાથે ધોળકા તાલુકામાં દર્દીઓની સંખ્યા પણ વધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકા તાલુકામંા છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા નાનામોટા તેમજ વૃદ્ધોને અસર કરી રહી છે. નાનાં છોકરાઓમાં શરદી, ઉધરસ, વાઇરલ અને વૃદ્ધોને ઠંડીના કારણે છાતીમાં દુખાવો અને શ્વાસની બિમારી જેવા રોગો ભરડો લઇ રહ્યા છે.

જેમાં ડો. આબીદ મોમીનના જણાવ્યાનુસાર ઠંડી વધતાની સાથે જ રોજના 40 કેસોનો વધરો જોવા મળી રહ્યો છે. જેમાં વૃદ્ધોને શ્વાસની તકલીફ, છાતીમાં દુખાવાની તકલીફ વધુ જોવા મળે છે. તેઓને દવાની અસર ઓછી જતાં તેમને દાખલ કરવાની ફરજ પણ પાડવામાં આવી રહી છે.

જયારે બાળકોના ડો. મુસ્તાકભાઇ મોમીનના જણાવ્યાનુસાર ઠંડી સૌથી બાળકોને અસર કરતી હોવાથી તેઓને પેટમાં ઇન્ફેકશન, શરદી, ઉધરસ અને વાઇરલના કેસો આવી રહ્યા છે. બાળકોને શરદી વધુ હોવાથી શ્વાસ લઇ શકતા નથી. માટે તેઓને હોસ્પિટલમાં નાસ આપવામાં આવી રહ્યા છે. હાલ તેઓ રોજના 60થી 70 બાળકોને તપાસે છે. ઓર્થોપેડીક ડો. જીગર શાહના જણાવ્યાનુસાર હાલ ઠંડી વધવાથી મોટી ઉંમરના લોકો અને સંધીવાથી દર્દીને પથારીમાંથી ઉઠતા ભારે પીડાનો સામનો કરવો પડે છે. તેઓની ફરિયાદો છે.

અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...